Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જૂનાગઢમાં ગુરૂપુર્ણિમા નિમિતે 'નટરાજપૂજન' કાર્યક્રમ સંપન્ન

જૂનાગઢ તા.રર : ગુરૂપુર્ણિમા પ્રસંગે રાષ્ટ્રીય સંસ્થા સંસ્કાર ભારતી જૂનાગઢ સમિતિ દ્વારા આયોજીત અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ દ્વારા સંચાલીત નટરાજ પૂજન કાર્યક્રમ પરંપરાગત ઉજવાયો હતો.

કાર્યક્રમનો પ્રારંભ નટરાજપૂજન અને દિપપ્રાગટય દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોના હસ્તે થયો. ગુરૂવંદના કાર્યક્રમમાં જૂનાગઢના સ્થાનિક બાળ અને યુવા કલાકારોની શાસ્ત્રીય ગાયન, ભરતનાટયમ, સુગમ સંગીત, ભકિત સંગીત, સમુહ તબલાવાદન, બાંસુરી વાદન, સંવાદીની વાદનની પ્રસ્તુતી સુંદર અને મનમોહક રીતે કલાગુરૂ વિપુલભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સીમાબેન પુરોહીત અને ગ્રુપ, અમીષા માંકડ, કૃતિકા નાણાવટી, શુભમ દવે, રિવ મેઘનાથી, જયરાજ પરમાર, ધ્વનીત ત્રિવેદી, ક્ષિતી વૈષ્ણવ, હેત મોદી, ઋષિ રાવલ, મમતા ખારોડ, પહેલી બક્ષી, કિરણ વસવેલીયા, કેવલ ગોહેલ, વરૂણ ફડદુ, યશ ઝાલા, નરેશ ગઢવી દ્વારા પ્રસ્તુતી થઇ સર્વ કલાકારોને સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદીત કરાયા હતા.

કાર્યક્રમમાં સંસ્કાર ભારતી જૂનાગઢના સદસ્યો અધ્યક્ષ વિપુલ ત્રિવેદી, રૂપાબેન લખલાણી, સીમા પુરોહીત, ડી.સી.વૈષ્ણવ, બનવારીલાલ શર્મા, ડો.ભારતીબેન વ્યાસ, દિનેશભાઇ દવે, મીનાક્ષીબેન રાવલ, અજયભાઇ ટીટા અને જૂનાગઢના કલા રસીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:15 pm IST)