Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આરબલુસ ગામની આઠ બહેનોએ મહેનત સુઝબુઝથી નશીબને બદલી નાખ્યું છે

જામનગર તા.રર : દ્રઢનિશ્યય અને અથાગ પરિશ્રમથી પારસમણિ મેળવી શકાય છે. આવા જ દ્રઢનિશ્યયથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની રાધે ગૃહ મંડળની સભ્યો એવી ખેડૂત પરિવારોની આઠ બહેનોએ પોતાની મહેનત અને સુજબુઝ વડે નસીબને બદલી નાખ્યાં છે.આ બહેનોએ પોતાના રોજીંદા દ્યરકામથી બહાર નીકળી પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આગવી ઓળખ ઉભી કરી છે અને એ માટે તેઓ શ્નઆત્માલૃપ્રોજેકટને પોતાના માટે આશિર્વાદરૂપ માને છે.

રાધે મંડળની બહેનોએ પોતાના ગામના આત્માના કો-ઓર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ સ્વરોજગારની તાલીમ લીધી જયાંથી તેમને સ્વનિર્ભરતા અને ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખીને સ્વરોજગાર મેળવવા માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા. તદ્દ્નુસાર આ રાધે મંડળની બહેનોએ અથાણા, પાપડ, જામ, જેલી જેવા ઉત્પાદનો બનાવવાની તેમજ તેને માર્કેટીંગ, વેચાણ વિશેની સમજણ અને તબકકાવાર તાલીમ અપાઈ. ત્યારબાદ તેમણે પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. જેનાથી તેઓએ પોતાના અને પરિવારના આર્થિક, સામાજિક ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ ગૃહ ઉદ્યોગના શિરમોર સંચાલકશ્રી પાયલબેન કંટારીયાએ કહ્યું હતું કે, આ ગૃહ ઉદ્યોગ અમારુ સ્વપ્નુ છે અને સ્વપ્ન પાછળ મહેનત કરવાની તૈયારી હતી. આત્મા પ્રોજેકટ થકી ખરા સમયે ખરુ માર્ગદર્શન,પ્રોત્સાહન, અમારા જુસ્સાને બળ પુરુ પાડનાર નિવડયું. આત્મા પ્રોજેકટના તાલીમ આપનાર ડો.અંજનાબેનના માર્ગદર્શન થકી અમે આગળ આવ્યા છીએ. અત્રે ઉલ્લેખનિય છે કે રાધે ગૃહ મંડળને આત્મા પ્રોજેકટ અંતર્ગત બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ, બેસ્ટ આત્માફાર્મર એવોર્ડ પણ એનાયત કરાયા છે.

  વર્ષ ૨૦૧૮-૧૯માં રાજય બહાર તાલીમમાં ૪૩ ખેડૂતો, જિલ્લા બહાર તાલીમમાં ૧૦૮ પુરૂષ ખેડૂતો અને ૧૬૨ મહિલા ખેડૂતો, જિલ્લાની અંદર તાલીમમાં રેસીડન્સીયલમાં ૧૨૩ પુરૂષો ખેડૂત, ૧૨૯ મહિલા ખેડૂત, નોન રેસીડન્સીયલમાં ૧૨૪૪ પુરૂષો ખેડૂત અને ૯૨૩ મહિલા ખેડૂત લાભાર્થીઓને આત્મા પ્રોજેકટ દ્વારા તાલીમ આપવામાં આવી છે. આત્મા પ્રોજેકટ દ્વારા હાલમાં ખેડૂતોને અલગ-અલગ પ્રકારની તાલીમ આપી અને તેમના જીવનમાં પરિવર્તન આવે તેવો પ્રયાસ રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે ખેડૂતો માટે ખુબ લાભદાયક છે.

:: સંકલન :: દિવ્યાબેન ત્રિવેદી

માહિતી મદદનીશ

ફોટો ગજેન્દ્રસિંહ જાડેજા - અમીત ચંદ્રવાડીયા

માહિતીબ્યુરો જામનગર

(12:15 pm IST)