Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જુનાગઢમાં માધવ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી ગીરનાર ગ્રાહક સહ. ભંડારની સભા સંપન્ન

જુનાગઢ તા.રરઃ માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. જુનાગઢ તથા શ્રી જય ગીરનાર ગ્રાહક સહકારી ભંડાર જુનાગઢની વાર્ષિક સાધારણ સભા ડો.ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ. અતિથિવિશેષ તરીકે પી. એન. આજકીયા તથા ડો.ઉજીયા ઉપસ્થિતરહેલ.

સૌ પ્રથમ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પી સભાની કાર્યવાહી શરૂ કર્યા બાદ કુ. ક્ષીતી વૈષ્નવએ વાંસળી ઉપર હે મેરે વતન કે લોગો શહીદ ગીત રજુ કરેલ.

સંસ્થાના હીસાબો દિનેશભાઇ ભટ્ટે રજુ કર્યા સોસાયટીના નફામાંથી સભાસદોને ભેટ તથા પાંચ ટકા ડીવીડન્ડની જાહેરાત કરવામાં આવેલ. સંસ્થાના ચેરમેન પી. બી. ઉનડકટ તથા ગીરીશભાઇ નથવાણી, શશીવદનભાઇ જોષી, ઉપપ્રમુખે સંસ્થાના કાર્યોની જાણકારી આપેલ. સંસ્થાની પરંપરા મુજબ સમાજશ્રેષ્ઠી શ્રી ચિ. વિશ્વ પોશીયા (કરાટે), નીતીનભાઇ માલવીયા તથા અરશીભાઇ રામ (રકતદાન), શ્રી હરસુખભાઇચાંદ્રાણી (સમાજસેવા), શ્રી મુકેશભાઇ તથા શીલ્પાબેન સુચક (ગૌ સેવા), શ્રી રણછોડભાઇ દાવડા (સીનીયર સભાસદ), શશીકાંતભાઇ માળીનું તથા સભાસદના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવેલ.

સ્વાગત પ્રવચન કનકભાઇ જાનીએ તથા સફળ સંચાલન જયેશભાઇવોરાએ કરેલ. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની નાણાકીય કામગીરી સાથે સમાજસેવાની નોંધ લઇ સમગ્ર કામગીરીને બિરદાવેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના દરેક ડીરેકટર્સ, સ્ટાફ અને એજન્ટભાઇઓ સહીત સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ. અંતમાં માન. એકલવેણએ સ્વ-રચિત ગીત રજૂ કરી આભારદર્શન કરેલ.

(12:14 pm IST)