Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મોરબીમાં પાણી પુરવઠા કચેરી સહિત અનેક સ્થળોએ ઉભરાતી ગટરો

મોરબી તા.૨૨ : ઙ્ગ મોરબી પાલિકા તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે શહેરના અનેક વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા ખદબદે છે શહેરના જુના બસ સ્ટેન્ડ સામે સાવસર પ્લોટ વિસ્તાર જયાં અનેક હોસ્પિટલ આવેલી છે તે વિસ્તારમાં ગટર છલકાય છે અને ગંદા પાણીના તલાવડામાંથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું પડે છે તો મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલી પાણી પુરવઠા બોર્ડની કચેરી વાળી શેરીમાં પણ અવારનવાર ગટર ઉભરાય છે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક વખત પાલિકાને રજૂઆત કરી છે પરંતુ નીમ્ભર તંત્ર કયારેય ધ્યાન આપતું નથી અને નાગરિકોને ગંદા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડે છે.

(12:14 pm IST)