Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પોરબંદરના લોકમેળાની મંજૂરી અંગે ફેર વિચારણા કરવા કલેકટરને રજૂઆત

પોરબંદર તા.રર : ગુજરાત જનતા પંચાયત પાર્ટી શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ માંડવીયાએ કલેકટર અને ચીફ ઓફીસરને રજૂઆત કરીને જન્માષ્ટમી લોકમેળાની મંજૂરી આપતા પહેલા ફેર વિચારણા કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે નગરસેવા સદન પાસે પ્રજાજનોને દેવા માટે પણ પુરતુ પાણી નથી. વિવિધ શહેરના વિસ્તારમાં સર્વત્ર ગંદકી ફેલાયેલી છે. તેના માટે સફાઇ કર્મચારી પુરતા નથી. આવી પરિસ્થિતિમાં ૬ દિવસનો લોકમેળો કેવી રીતે શકય છે ? તે પ્રશ્ન છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિભાગ પાસે પુરતા જવાનો નથી. ટ્રાફીક સહાયક અને હોમગાર્ડના વ્યકિતઓના સહારે રામ ભરોસે છે તેવા સંજોગોમાં તે કાયદો વ્યવસ્થા કેવી રીતે લોકમેળામાં જાળવી શકશે ? ત્રાસવાદી હુમલાને પણ નકારી ન શકાય. આ શહેરમાં લુખ્ખા, ગુંડા તત્વોનું પ્રમાણ વધી ગયુ છે.

ફાયરબ્રિગેડ પાસે કોઇપણ પુરતા સાધનો નથી. પુરતો સ્ટાફ પણ નથી. પાણીની વ્યવસ્થા નથી. જો સુરત જેવો કોઇ બનાવ બને તો જવાબદાર કોણ ? વગેરે કારણો રજૂઆતમાં જણાવેલ છે.

(12:13 pm IST)