Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જસદણના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે ખાસ દુઆઃ

જસદણઃ જસદણ મુકામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે ખાસ દુઆનો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં વિવિધ જમાઅતના આગેવાનો અને સમસ્ત મુસ્લિમ સમાજ જસદણ દ્વારા જૂમ્મા મસ્જિદે થી ઉઘાડા પગે (ચપ્પલ વગર) કાળુપીર સાહેબની દરગાહ જઇ દુઆ સલામ કરવામાં આવેલ ત્યાથી લગભગ એક કિલોમીટર દુર ઇદગાહે (ઇદ મસ્જિદ) ઉઘાડા પગે કશીદા પડતા પડતા પહોચી ત્યા દૂઆ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ સમગ્ર મસ્જિદના પેશ ઇમામ દ્વારા વરસાદ માટે ખાસ દુઆ માંગી હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા મેમણ જમાતના આગેવાનો તથા કસ્બા સમાજના આગેવાનો દ્વારા ખુબજ મહેનત કરવામાં આવેલ હતી.(તસ્વીરઃ અહેવાલઃ હુસામુદીન ધર્મેશ કલ્યાણી-જસદણ)

(12:13 pm IST)