Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ભાવનગરમાં ત્રણ માળના મકાનનુ છજુ તૂટતા મોટર સાયકલ-લારીને નુકશાન

ભાવનગર તા.૨૨: શહેરના શોલારશા ચોક નજીક આવેલ સંઘેડીયા બજારમાં ત્રણ માળના મકાનના છજાનો ભાગ તુટી પડતા નીચે પાર્ક કરેલ એક મોટર સાયકલ તથા લારીને નુકસાન થયું હતું.

આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા વીજ કંપનીનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ વિભાગના ઘનશ્યામસિંહ વાળાએ માહિતી આપી હતી.આ ઘટનામાં સદ્દનસીબે કોઇ જાન હાની થવા પામી ન હતી.

(12:08 pm IST)