Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગરના ૪૬ ડેમો ઉપર ઝાપટાથી ૩ ઇંચ વરસાદ : આજીમાં અર્ધા ફુટનો વધારો

ભાદરમાં ૦.૧૦નો તથા લાલપરીમાં ૩.૩પ ફુટ નવા પાણી આવ્યા

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ગઇકાલે સટાસટી બોલાવી હતી, જેના કારણે રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગરના ૪૬ ડેમો ઉપર ઝાપટાથી માંડી ૩ ઇંચ જેવો ભારે વરસાદ વરસ્યો હતો.

ફલડ સેલના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ભાદર ડેમમાં ર ઇંચ, આજી-૧માં ૩ ઇંચ, સૂરવોમાં-ર ઇંચ, ગોંડલ-રાI ઇંચ, ન્યારી ૧II ઇંચ, છાપરવાડીમાં ૧II ઇંચ, ડેમી-૩, ર ઇંચ અને બાકીના ડેમો ઉપર પ થી ૧૦ મીમી જેવો હળવો વરસાદ પડયો હતો.

દરમિયાન ભારે વરસાદને કારણે રાજકોટના આજી ડેમમાં અર્ધા ફુટ નવા પાણીની આવક સાથે સપાટી ૧૬.ર૦ ફુટે પહોંચી છે, ભાદરમાં પોઇન્ટ-૧૦ નવુ પાણી સપાટી ૮.૮૦ થઇ છે. જયારે રાજકોટની ભાગોળે આવેલી લાલપરીમાં પણ ૩.૩પ ફુટ નવું પાણી આવ્યું હતું. સપાટી પ.૯૦ ફુટ થઇ છે.

આ ઉપરાંત ગોંડલ નજીકના વેરી ડેમમાં પણ અર્ધો ફુટ નવુ પાણી ઠલવાયું હતુ, જયારે આજી-ર  જેમાં ગટરનું પાણી પણ ઠલવાય છે, તેમાં ર ફુટ નવા નીર આવ્યાનું સૂત્રોએ કહ્યું હતું.

(12:07 pm IST)