Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પોરબંદરના કુછડીમાં ૨ બાળકોને બેફામ માર મારીને વીડિયો વાઇરલ કરનારા ૩ સામે ગુન્હો

બન્ને બાળકોને પાંજરામાં પુરી બેહદ ત્રાસ ગુજાર્યોઃ ઇલે.શોર્ટ આપવાની ધમકીઃ જાતિ પ્રત્યે અપમાનિત કર્યા

પોરબંદર તા.૨૨: પોરબંદરના કુછડી ગામે ૨ સગીર વયના બાળકોને ચોરીના આરોપસર બેફામ માર મારીને કુતરા રાખવાના પાંજરામાં પુરી દઇને બેહદ ત્રાસ ગુજારીને તેમજ વીડિયો વાઇરલ કરનારા પરબત કારા કુછડિયા, લીલા ભીમા કેશવાલા અને વેજા જીવા કુછડિયા સામે કુછડીના બાબુભાઇ મીઠાભાઇ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓ સામે ગુન્હા નોંધાયા છે.

કુછડીમાં ચોરાના આરોપસર ૨ સગીરવયના બાળકોને આરોપી વેજા જીવાના ઘેર કુતરા રાખવાના પાંજરામાં પુરીને માર મારીને બેહદ ત્રાસ ગુજારીને તેમજ પાંજરા બહાર બન્નેને નાળિયરના મોટા છાલા અને પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર માર્યો હતો. આ સીતમ ગુજારવાના અન્ય આરોપી લીલા ભીમા કેશવાલા અને વેજા કુછડિયા બન્નએ મદદગારી તેમજ વીડિયો વાઇરલ કરતા હોય ત્રણેય સામે હાર્બર મહીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધીને કાર્યવાહી થઇ છે.

બન્ને બાળકોને આ રીતે માર મારવાના વીડિયો વાઇરલ થી વીડિયો જોનારાઓએ આરોપી સામે નફરત અને રોષ વ્યકત કર્યો હતો.

(12:04 pm IST)