Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આજે સૌરાષ્ટ્ર - કચ્છથી દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી

પાંચ દિવસ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે : હવામાન ખાતુ

અમદાવાદ : ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ ગતિએ વરસાદનું આગમન થયુ છે. અરબી સમુદ્રમાં અપરએર સકર્યુલેશન સર્જાતા હવામાન વિભાગે ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની જાહેરાત કરી છે. હાલમાં રાજયના આઠથી વધુ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. અલનીનોની અસર સમાપ્ત થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિવસ રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જયારે ૨૪-૨૫ જુલાઈએ અમદાવાદ સહિત ઉત્ત્।ર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે જૂનના અંતમાં રાજયભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હતા. બાદમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી હતી.

જો કે, બે-ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડયા બાદ મેદ્યરાજા ગાયબ થઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

(12:03 pm IST)