Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કાલાવડના નિકાવામાં વરસાદના બે ચાર છાંટા પડયા નથી કે ચાર પાંચ કલાક વીજળી ગુલ

પી.જી.વી.સી એલ. નીકાવાની પ્રિમોન્સૂન કામગીરીની ખુલતી પોલ

નિકાવા, તા.૨૦: કાલાવડ તાલુકાના નિકાવા ગામે નિકાવા સબ ડિવિઝન નીચે આવતા નિકાવા તેમજ આજુ બાજુ ના ગામો જયોતિ ગ્રામ હેઠળ આવતા હોવા છતાં નિકાવા સબ ડિવિઝનના લાઈન મેન અને તેની સાથેના કર્મચારીઓની અન આવડત અને પ્રિંમોન્સૂન કામગીરીની આળસ ના લીધી નિકાવા તેમજ સબ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં વરસાદ બે કે ચાર છાંટા પડ્યા નથી કે તરત ચાર ચાર પાંચ કલાક સુધી વીજળી ગુલ થઈ જાય છે અને વીજળી જાતાજ નિકાવા સબ ડિવિઝન નો ફોન બંધ થઈ જાય અથવા નો રીપ્લાય આવવા માંડે છે અને ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી માં વિસ થી પચીસ પચીસ ઝટકા ઓ માર્યા બાદ એકદ કલાક માટે આવી ફરી ચાલી જાય છે .જેમાં દ્યરના કે દુકાનો ના ઇલેકિટ્રક સાધનો બળી જવાનો અને સોર્ટ સર્કિટનો લોકોને ભય સતાવી રહ્યો છે . ટેકનિકલી રીતે તયાર પી.જી.વી.સી.એલ.નિકાવાના કર્મચારીઓ ને કોઈ પૂછે કે કેમ આવું થાય છે તો લાઈન પર ફોલ્ટ નથી મળતો નો જવાબ આપી પોતાની જાવદારી માં થી છટકી જાય છે હાલના સમયમાં મેઘરાજાએ પણ જોઈએ તેટલી માત્ર માં વરસાત નથી અને લોકો કાળ જાળ ગરમી થી પરેશાન છે ત્યારે નિકાવા પી.જી.વી.સી.એલ.ના લાઈન મેન અને તેની સાથે ના કર્મચારીઓની અણઆવડત અને વરસાદ પહેલાંની કરવાની કામગીરીની આળસના લીધે નિકાવા તેમજ આજુ બાજુના ગામોના બીમાર લોકો બાળકો, વૃદ્ઘ અને સામાન્ય જનતા પરેશાની નો સામનો કરી રહી છે અને આ પરેશાની માંથી મુકત કરવા લોક માંગ ઉઠી રહી છે.

(12:02 pm IST)