Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પકડાયા : ૧.૧૯ લાખની રોકડ કબ્જે

રાજકોટ, તા. રર : ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને ૧.૧૯ લાખની રોકડ સાથે સીટી પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલમાં ખેતરવાળા મેલડીમાંના મંદિર આગળ જતા કાચા માર્ગે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ બી.એન. ઝાલા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) કમલેશ કેશુભાઇ સાટોડીયા રહે. ગોંડલ મહાદેવવાડી શેરી નંબર ૬, માતૃ આશિષ (ર) કૃષ્ણસિંહ પથુભા જાડેજા રહે. ચરખડી (પડવલા), તા. ગોંડલ (૩) દીલીપ સવાભાઇ લાંબરીયા રહે. રાજકોટ કોઠારીયા સોલવન્ટ ગણેશનગર મેઇન રો, (૪) પ્રકાશ ભુપતભાઇ સારોલા રહે. રાજકોટ કોઠારીયા સોલવન્ટ ખોડીયારપરા શેરી નંબર-ર, (પ) દિનેશ વજુભાઇ ઠુંમર રહે. ચરખડી બસ સ્ટેન્ડ પાસે તા. ગોંડલ (૬) રમણીક મોહનભાઇ વોરા રહે. ચરખડી નવા પ્લોટ, તા. ગોંડલ (૭) રાજેશ ધીરૂભાઇ લીલા ઉ.વ.૩પ રહે. ચરખડી સરકારી દુધની ડેરી પાસે, તા. ગોંડલ (૮) સુરજ મનસુખભાઇ પારધી રહે. સાંઢવાયા તા. કો.સા તથા (૯) રશીદ ઉમરભાઇ મુન્દ્રા જાતે મલેક ઉ.વ.પ૩ રહે. રાજકોટ બાબરીયા કોલોની અટીકા ફાટક પાસેને રોકડા રૂ. ૧.૧૯,૬૦૦ તથા ગંભીજપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:00 pm IST)