Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં ગુજરાતીઓનો છે દબદબો ભાવેણાના લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનું સન્માન

જામનગરના વતની મેલબોર્નના સાંસદ બન્યા છે તો મહુવાના ખૂટવડાના વતની ત્યાં પટેલ સમાજના આગેવાન છેઃ જીવનમાં અભ્યાસ કરતાંય વ્યકિત એ જે તે વિષયમાં ટેલેન્ટેડ બનવું જરૂરી છેઃ માયાભાઈ આહીર

ભાવનગર તા.૨ર : ભાવનગર જીલ્લાના તળાજાના બોરડા ગામના મૂળ વતની કેજેઓએ ધો ૧૦ સુધીજ અભ્યાસ કર્યો છે. તેમ છતાંય દેશ વિદેશ માં માં સરસ્વતી ની સાધનાઙ્ગ અને લોકસાહિત્ય અને હાસ્ય રસ પીરસીનેઙ્ગ જાણીતા બન્યા છે તેવા માયાભાઈ આહીર નું ઓસ્ટ્રેલિયા ની પાર્લામેન્ટમાં સન્માન કરવામાં આવ્યું હતું.જે તળાજા સહિત ભાવેણા અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

આજે પૂ.મોરારીબાપુ, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન ને કોઈ નહિ પૂછે કે તમારો અભ્યાસ કેટલો છે. કારણકે તે જેતે વિષયના પારંગત છે.તેનો વિકલ્પ નથી. આ શબ્દો છે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના. તેમણેઆ શ્બદો આજના યુવાનોને પ્રેરણા માટે એટલે ઉચ્ચાર્યા કે તેઓનું ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન ખાતેઙ્ગ પાર્લામેન્ટમાં સન્માન કરવામાં આવ્યું હતું.ઙ્ગ

એ ઉપરાંત પણ ગૌરવની બીજી વાત એ માયાભાઈ પાસેથી જાણવા મળી કે ગુજરાતીઓ નો મેલબોર્ન માં દબદબો છે. મૂળ જામનગર ના વતની અને છેલ્લા ત્રીસ વર્ષથી ઓસ્ટ્રેલિયા માં સ્થાયી થયેલા કૌશલ્યાબેન વાદ્યેલા ત્યાંઙ્ગ સાંસદછે. તો મહુવા નજીકના મોટા ખૂટવડા ના ઘનશ્યામભાઇ પટેલ ત્યાં પટેલ સમાજ સહિત ગુજરાતી ઓના આગેવાન છે.તેનંુ પણ ત્યાં મોટું વર્ચસ્વ છે.

યુવાનોને પ્રેરણા માટે માયાભાઈ એ જણાવ્યું હતું કે હું દસ ધોરણ સુધીજ ભણ્યો છું. પણ મને જે વિષયમાં રસ હતો તે લક્ષ ને પૂર્ણ કરવા સતત કાર્યરત રહ્યો. તેના કારણે આજે સંતો, કથાકારો, ઉચ્ચ અધિકારીઓ પણ મને સાંભળે છે. જીવન માં અભ્યાસ કરતાંય વિષય ભંગ થયા વગર સતત કામ કરવામાં આવેતો ચોક્કસ સફળતા મળે .

સાંસદ કૌશલ્યાબેન વાઘેલા દ્વારા માયાભાઈ આહીર ને પરિવાર સાથે સાંસદ ભવન માં લઇ ગયા હતા. અને ત્યાં જઈને વિદેશની ધરતી પર ગુજરાતીઓ ગૌરવ અનુભવી શકે તેવું સાહિત્યરસ ગુજરાતી ભાષામાંજ પીરસે છે તેમાટે સન્માન કરવામાં આવ્યું હતું.

આક્ષણ એવી હતીકે જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની પંકિત ચરિતાર્થ થયેલી જોવા મળી હતી તેમ માયાભાઈ એ ઉમેર્યું હતું.

(12:00 pm IST)