Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

એલસીબીએ માધાપર પાસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી

માધાપર, રેહા, ખેડોઈ ના ૪ બુટલેગરો સામે ફરિયાદ

ભુજ, તા.૨૨: પશ્ચિમ કચ્છ એલસીબીએ દારૂ ભરેલી કાર નો સતર્કતા સાથે પીછો પકડીને કાર દ્વારા દારૂની હેરફેર કરવાનો કિસ્સો ઝડપી પાડ્યો છે. ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે મોટા રેહા (ભુજ)ના ભચુભા સવાજી ઉર્ફે સવાઇસિંહ જાડેજા પોતાના કબ્જાની સફેદ કલરની સ્વીફટ ડીઝાયર કાર જેના રજી નં. ઞ્થ્-૧૨ ઘ્ભ્-૫૧૯૯ વાળીમાં મોટા રેહાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી વહેલી સવારના માધાપર ગામ તરફ નિકળનાર છે. બાતમીના આધારે પોલીસે ગોઠવેલ વોચમાંઙ્ગ દરમ્યાન એક સફેદ કલરની સ્વીફટ કાર મોટા રેહા ગામ તરફના રોડ થી લેર ગામ તરફના રોડ ઉપર આવતી નજરે ચડતા તે કારને રોકવા કોશીષ કરતા તે કારનો ચાલકઙ્ગ કારને ઉભી નહી રાખી રોડ પરથી સીધો નીકળી લેર ગામ વાળા રસ્તે નીકળતાઙ્ગ એલસીબી પોલીસે ફિલ્મી ઢબે તે કારનો પીછો કરી માધાપર ગામની પાછળ ગંગેશ્વર રોડ પર આ કારને પકડી પાડી હતી. કાર ચાલકની પૂછપરછ કરતા તેનુ નામ ભચુભા સવાઇસિંહ જાડેજા, રહે.મોટા રેહા, (તા.ભુજ) હોવાનું જણાવેલ હતું. કારમાં બેઠેલ બીજી વ્યકિતની પૂછપરછ કરતા પોતાનું નામ હકુમતસિંહ ઉર્ફે હકુભા રાણુભા જાડેજા, ઉ.વ.૨૨, રહે.મોટા રેહા, (તા.ભુજ) વાળો હોવાનું જણાવ્યું હતું. તેમનાઙ્ગ કબ્જાની કારની ઝડતી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૧, બોટલ નંગ-૧૩૨, કિ.રૂ.૪૬,૨૦૦/- નો દારૂ ઝડપાયો હતો. દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ મારૂતી કંપનીની સ્વીફટ ડીઝાયર કાર રજી નં. ઞ્થ્-૧૨-ઘ્ભ્-૫૧૯૯, જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂ.૫૦૦/- એમઙ્ગ કુલ્લે કિ.રૂ.૩,૪૬,૭૦૦/-ઙ્ગ નો મુદામાલ જપ્ત કર્યો હતો. દારૂ અંગે પુછ-પરછ કરતા આરોપી બચુભા જાડેજાએ જણાવેલ કે, સદરહું દારૂનો જથ્થો ગામ મોટી ખેડોઇના શિકતસિંહ સરવૈયા પાસેથી લાવી માધાપર, તા.ભુજના સમીર ગઢવીને આપવાનો હતો જેથી ચારેય આરોપીઓ નં.(૧)ભચુભા સવાજી ઉર્ફે સવાઇસિંહ જાડેજા, ઉ.વ.૪૦, નં.(ર)હમુતસિંહ ઉર્ફે હકુભા રાણુભા જાડેજા, ઉ.વ.૨૨, રહે.બંન્ને મોટા રેહા, તા.ભુજ, નં.(૩) શકિતસિંહ સરવૈયા, રહે.મોટી ખેડોઇ તા.ભુજ, તથા નં.(૪)સમીર ગઢવી, રહે.માધાપર, તા.ભુજવાળા વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

(10:27 am IST)
  • ઓગષ્ટમાં ર દિવસ ભૂતાન જશે નરેન્દ્રભાઇઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પડોશી ભૂતાનની ર દિવસની મુલાકાત લેવા આવતા મહિને ઓગષ્ટમાં જઇ રહ્યા છે. તેઓ ભૂતાનના રાજવીના મહેમાન બનશે access_time 1:22 pm IST

  • જાંસીમાં ATSની મોટી કાર્યવાહી : મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા : ૧૦૦૦ ડેટોનેટ્ર્સ અને ૫ હજાર જીલેટીન સ્ટીક્સ એક વાહનમાંથી બરામદ કરી : આ મામલામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને પુછતાજ શરુ કરી : કોઈ મોટા ષડ્યંત્રની આશંકા access_time 12:42 am IST

  • ડીસા: લક્ષ્મીપુરા ગામે વાવાઝોડા સાથે વરસાદ : કિશન કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ફંગોળાયો : પતરા હવામાં ફંગોળાયા : લાખ્ખોનું નુકશાન access_time 10:50 pm IST