Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કચ્છ જિલ્લામાં મેઘરાજાનું આગમન ::અબડાસા પંથકમાં વીજળી પડતા ખેત મજૂરના 15 વર્ષના પુત્રનું કરૂણમોત

માંડવી, હાજીપીર, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, સામખિયાળી, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ

કચ્છ જિલ્લામાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. કચ્છના વાતવરણમાં બપોર બાદ પલટો આવતા ગાજવીજ વરસાદ વરસ્યો હતો અબડાસાના સાધાણવાડી વિસ્તારમાં વીજળી પડતા ખેત મજૂરના ૧૫ વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું.

  કચ્છના માંડવી, હાજીપીર, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, સામખિયાળી, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

     કચ્છના અબડાસા તાલુકાના સાધાણવાડી વિસ્તારમાં વાડીમાં વીજળી પડતા પંચમહાલ જિલ્લાના ખેતમજૂરના ૧૫ વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું.

  નખત્રાણા તાલુકાના અમારા, અબડાસાના વરાડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડયો હતો. કોટડા, દુઘઈ, કનૈયાબે પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. જ્યારે માતાના મઢ ખાતે પણ ગીજવીજ સાથે ધીમીધારે વરસાદ પડયો હતો. જ્યારે કોઠારા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ પડયો હતો.

(8:47 am IST)