News of Sunday, 22nd July 2018

પોરબંદરમાં વધુ એક કોન્સ્ટેબલનું કારસ્તાન : મહેર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ

પોરબંદરમાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલનું કારસ્તાન બહાર આવ્યું છે જેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મુકેશ મેવાડાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપમાં મુકેશ મેવાડા મહેર સમાજના વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઓડિયો ક્લીપમાં મુકેશ મેવાડા આરોપી પાસેથી નાણાંકીય વહીવટમાં સમાજના વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ SP શોભા ભૂતળાએ કોન્સ્ટેબલની બદલી કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મુકેશ મેવાડા પર ઘરમાં ઘુસીને મહિલાને માર મારવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે હવે નાણાકીય વહીવટમાં સમાજ વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે

 

(10:57 pm IST)
  • કુતિયાણાના હેલબેલી ગામે માતા સાથે કપડા ધોવા ગયેલા ત્રણ બાળકો પાણીના ખાડામાં નહાવા પડતા એક 12 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત : છ થી સાત ફૂટના પાણીના ખાડામાં ત્રણેય નહાવા પડ્યા હતા access_time 10:34 pm IST

  • જામનગરના દંડકદડ ગામના વૃદ્ધ ખેડૂત દેવસિંહ જાડેજાએ વાવેતર નિષ્‍ફળ જવાની બીકે આત્‍મહત્‍યા કરી હોવાનું જાણવા મળે છે access_time 11:24 pm IST

  • પોરબંદરના માધવપુર ઘેડ પાસે મધુવંતી નદીમાં માછીમારી કરતો યુવાન નદીમાં તણાયો : રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ access_time 2:09 pm IST