Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાંથી ચોરાયેલ ખુરશીમાંથી ચાંદી કાઢીને ફેંકી દીધેલા લાકડા મળ્યા :તસ્કરોનું પગેરું દબાવતી પોલીસ

વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાંથી ચાર દિવસ પહેલા થયેલી ચોરી મામલે પોલીસને સફળતા મળી છે તસ્કરોને શોધવા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ આસપાસના પહાડી વિસ્તારોનું કોમ્બિંગ હાથ ધરાતા પોલીસની ટીમને સફળતા હાથ લાગી છે પેલેસમાંથી ચોરાયેલા એન્ટિક વસ્તુઓ પૈકી પહાડીઓમાં રજવાડી ખુરશીમાંથી ચાંદી કાઢીને વધેલા લાકડા ત્યાં ફેંકી દેવાયેલ મળ્યા છે આ ઉપરાંત અન્ય સમાનમાંથી પણ ચાંદી કાઢી વધારાના લાકડા પહાડોમાં ફેંકી દેવાયેલ તે પોલીસે કબ્જે કરેલ છે

  પોલીસ ચોરોનું પગેરું દબાવતા આગળ વધી રહી છે પડકારરૂપ આ ચોરીની ઘટનાનો ભેદ ટૂંકસમયમાં ઉકેલાઈ જશે તેવી ધારણા છે

(8:32 pm IST)