Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અમરેલી: વફાદાર કૂતરાએ ભાવેશ ભરવાડને સિંહના ટોળાથી બચાવ્યો

અમરેલીમાં સાવરકુંડલાના ગામ અંબારડી ગામમાં શનિવારનાત્રણ  સિંહોએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ સમયે તેના વફાદાર કૂતરાએ તેને સિંહોથી બચાવ્યો હતો  એક સિંહે પંજાથી હુમલો કર્યો હોવાને કારણે ભાવેશ હમિર ભરવાડ(ઉં.વ.25)ને સામાન્ય ઈજા થઈ છે. સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગામ બહાર ભાવેશ જ્યારે પોતાના ઘેટાં-બકરા ચરાવવા નીકળ્યો ત્યારે આ ઘટના બની હતી.

(5:11 pm IST)