Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મોરબીમાં વાગ્દત્તાએ લગ્ન કરવાની ના પાડતા યુવાનનું અગ્નિસ્નાન

મોરબીઃ મોરબીમાં રેલ્વે કોલોની પાસેના મફતિયાપરામાં રહેતા મહેશ નવઘણભાઇ પાડલીયા નામના કોળી યુવાને  તેના ઘરે પેટ્રોલ છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝી જવાથી  હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન  મૃત્યુ નિપજયું હતુ. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક મહેશ કોળીની સગીરા સાથે સગાઇ થઇ હતી અને સાસરિયાઓ સમક્ષ લગ્નની વાત કરતા સગીરાની ઉંમર ન હોય લગ્ન કરવાની ના પાડતા માઠું લાગી આવતા આ પગલું ભરી લીધું હતુ. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:23 pm IST)