Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ઓખા નજીક પીકઅપ સુરતવાનની ઠોકરે બાઇક સવાર સહિત બેના મોત

ખંભાળિયાઃ ઓખા મંડળમાં એક જેટી પાસેથી મોટરસાયકલ પર જઇ રહેલા બે પંજાબી  યુવાનોને પીક અપ વાનની ઠોકરે  કરૂણ મોત નીપજયા હતા.

આ બનાવની વિગત મુજબ દ્વારકા તાલુકાના ઓખામાં સ્થિત આર.કે. બંદર પાસેની હીરાવતી  જેટી પાસેથી  જી.જે.ર૭ ડી ૭૦૯૬ નંબરના હીરો હોન્ડા મોટર-સાયકલ પર મૂળ પંજાબના રહેવાસી અને હાલ ઓખામાં રહેતા  હરપ્રિતસિંઘ ગુરૂચરણસિંઘ (ઉ.વ. ર૪) અને મનપ્રિતસિંઘ સોહનસિંઘ (ઉ.વ.ર૧)  નામના બે યુવાનો જઇ રહ્યા હતા.

આ સ્થળે પુર ઝડપે અને બફીકરાઇપુર્વક જઇ રહેલા જી.જે. રપ  યુ. ૩૭૮૬ બોલેરો પીક-અપ વાનના ચાલકે બંન્ને આશાસ્પદ પંજાબી  યુવાનોનો હીરો હોન્ડા બાઇકને અડફેડ લીધું હતું. જેના કારણે ગંભીર ઇજાઓ થતાં હરપ્રિતસિંઘ અને મનપ્રિતસિંઘ નું કરૂણ મૃત્યુ નીપજયું હતુ.

(12:20 pm IST)