Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ગોંડલ પાસે ટોલનાકામાં ચક્કાજામઃ ચોટીલા પાસે પણ આ જ સ્થિતિઃ ઢગલાબંધ ટ્રકો રોકી લેવાઇ

ગોપાલ નમકીનના ઢગલાબંધ ખટારા રોકી લેવાયાઃ ભારે દેકારો

રાજકોટ તા. ર૧ :.. ટ્રાન્સપોર્ટરો મકકમ છે, હડતાલનો આજે બીજો દિવસ છે, અને હવે આગેવાનો હાઇવે ઉપર ઉતરી પડયા છે.

આજે બપોરે ૧ર વાગ્યાથી ગોંડલ પાસેના ટોલનાકા નજીક અને તેની પાસે તથા ચોટીલા પાસેના ટોલનાકા નજીક અને તેની પાસે ટ્રાન્સપોર્ટરો ઉતરી પડયા હતા, અને તમામ ટ્રકો રોકી લેતા ટોલનાકે ચક્કાજામ સર્જાઇ ગયા હતાં.

વિગતો મુજબ બંને સ્થળે બપોરે ર વાગ્યા સુધીમાં ઢગલાબંધ ટ્રકો રોકી લેવાઇ છે, વિખ્યાત ગોપાલ નમકીનના ૪ ટ્રક રોકી લેવાયા હતા અને રસ્તાની સાઇડમાં ફરજીયાત  પાર્કીંગ કરી દેવાયું હતું. ટ્રાન્સપોર્ટરોએ ટ્રકો રોકી કયાં જવાની, કયાંથી આવી સહિતની પુછપરો કરી ટ્રકો થાંભાવી દિધી હતી, બંને હાઇવે ઉપર અન્ય વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફીક જામ થઇ ગયો હતો. ચક્કાજામ સર્જાયા હતાં.

(4:14 pm IST)