Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સિકકા પાટીયા પાસેથી બીલ આધાર વગરના ઓઇલ સાથે ૩ ઝડપાયા

 જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ શેજુળ નાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના રામદેવસિંહ એમ.ઝાલા તથા નિર્મળસિંહ બી. જાડેજા તથા કમલેશભાઇ રબારીને ખાનગી રાહે હકિકત મળેલ કે.સિકકા પાટીયા નજીક લાડા હોટલ પાછળ ગેરેઝની બાજુમાં ગોડાઉન ધરાવતા બશીર સતારભાઇ મુલ્લા ફકીર રહે સિકકા તા.જી.જામનગર વાળાો ચોરાઉ ઓઇલ તથા ફર્નિસ ઓઇલ બેરલમાં ભરી બેરલો વાહનમાં ભરી ગેરકાયદેસર વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત મળતા સદરહું જગ્યાએ રેઇડ કરતા (૧) બશીરભાઇ સતારભાઇ મૂલ્લા ફકીર ઉ.વ.૩પ રહે. સિકકા તા.જી.જામનગર (૨) ચીમનભાઇ સનાભાઇ માવી ધંધો ટેન્કર ડ્રાયવર રહે. બોરખેડા ગામ લબાના ફળીયુ તા.જી.દાહોદ (૩) સુરેશભાઇ હરદાસભાઇ ભારાઇ ધંધો રીક્ષા ડ્રાયવીંગ રહે. ગુરૂદ્રાર જામનગર વાળાઓને પકડી પાડેલ છે.

પોલીસે બે બેરલમાં ભરેલ ફર્નિસ ઓઇલ ૨પ૦ કિં.રૂ.૬૨પ૦/ ટેન્કર નં.જીજે-૦૬-એટી-૬૮૨૯ મા ફર્નિસ ઓઇલ ભરેલ જે આશરે ૨૦ ટન જે કિ.રૂ.૯,૦૦,૦૦૦/ સદરહું ટેન્કર નં.જીજે-૦૬-એટી-૬૮૨૯ નું કિં.રૂ.૧પ,૦૦,૦૦૦/ રીક્ષા છકડો નં.જીજે-૧૦ ડબલ્યુ-૩૮૭૩માં ત્રણ બેરલમા ડી.જી ઓઇલ ૪પ૦ લીટર ભરેલ જે કિં.રૂ.૨૪,૭પ૦/ રીક્ષા છકડો નં.જીજે-૧૦ ડબલ્યુ-૩૮૭૩ જે કિં.રૂ.પ૦,૦૦૦/ સહીત રૂ.૨૪,૮૧,૦૦૦/ નો મુદામાલ પો.હેડ કોન્સ.બશીરભાઇ મલેક એ શક પડતી મીલ્કત તરીકે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ ડી.જી.ઓઇલ તથા ફર્નિસ ઓઇલ બશીરભાઇ સતારભાઇ સાથે યુવરાજસિંહ રવુભા ચુડાસમા રહે. રાજકોટ. રેલનગરવાળા સાથે મળી ભાગીદારીમાં ધંધો કરતો હોવાનો ખુલવા પામેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ વી.વી.વાગડીયા વી.એમ.લગારીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રામદેવસિંહ ઝાલા, ભગીરથસિંહ સરવૈયા, કમલેશભાઇ રબારી, પ્રતાપભાઇ ખાચર હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, મીતેશભાઇ પટેલ, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્રારા કરવામાં આવેલ છે. (૨૩.૧૭)

(4:14 pm IST)
  • કડીના પીરોજપુર હાઇવે પર ટ્રકચાલકોનો ચક્કાજામ: 200 થી વધુ ટ્રકો રોકાઈ મહેસાણામાં ટ્રાન્સપોર્ટ એસોશિયેશનોની દેશવ્યાપી હડતાળના સમર્થનમાં કડીના પીરોજપુર હાઇવે પર ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરાયો : 200 થી વધુ ટ્રકો રોકાઈ ટ્રક એસોશીએશન દ્વારા ટ્રકો અટકાવાઈ access_time 9:02 pm IST

  • સુરતઃભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે દૂષ્કર્મની ફરિયાદ કરનાર પીડીતા અંતે મીડીયા સમક્ષ આવી પીડીતાએ પોલીસ કામગીરી સામે પણ ઉઠાવ્યા કેટલાક સવાલઃ મારા પર ફરિથી દૂષ્કર્મ થઇ રહ્યો હોય તેવી અનુભુતિ થઇ રહી છે.પીડીતા access_time 1:54 pm IST

  • અમદાવાદની કટારીયા કંપનીના કર્મચારીની લૂંટની ફરિયાદમાં રીમાન્ડ દરમિયાન ફરિયાદી જ આરોપી નીકળ્યોઃ રૂ. સાડા ચાર લાખની લુટની ખોટી ફરિયાદ લખાવીતી. access_time 1:54 pm IST