Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ચોટીલા તાલુકામાં પ્રથમ વરસાદમાં અનેક રસ્તા તૂટયાઃ દોઢ કરોડથી વધુનું નુકશાન

તા.૨૧: ચોટીલા પંથકમાં પ્રથમ વરસાદે જ અનેક રોડ રસ્તાને નુકશાન કરેલ છે અને માર્ગ મકાન વિભાગનાં પ્રાથમિક સર્વેમાં દોઢ કરોડ થઈ વધુની નુકશાની હોવાનો અંદાજ ગણવામાં આવેલ છે. ગત વર્ષે અતિવૃષ્ટિમાં ચોટીલા તાલુકાને બહુ મોટુ નુકશાન થયેલ જે હજુ પુરતા પ્રમાણમાં મરામત થયેલ નથી અને ગત વર્ષે જે રોડ રસ્તાને કામચલાઉ રીપેર કરાયેલ તેમાંથી અનેક આ વરસના પ્રથમ વરસાદમાં જ ધોવાઇ જતા ૧૫ જેટલા ગામોને સીધી અસર પડેલ છે જેમાં મોરસલ પીપરાળી નો બેઠો કોઝવે પુલ ધોવાતા આજુબાજુનાં પાચ ગામો, રાજપરા થી કાબરણ જતો મુખ્ય કોઝવે નેસ્તનાબૂદ થતા ચાર ગામોને અસર પડી છે, ડાકવડલા જવાનાં રસ્તે બેઠા કોઝવે ને નુકશાન થયેલ છે.

આથી ચોટીલા થી ધાંધાલપુર, હરણીયા, રાતડકી, રાજપરા થી ગુંદા તરફ, મહિદડ ભોજપરી, અને રાજપરા થી ડાકવડલા અને ઠાંગા વિસ્તારનાં કેટલાક ગામોનાં વાહાન વ્યવહારને મુશ્કેલી પડેલ છે રોડ રસ્તાને નુકશાન થયેલ છે તેની આસપાસના ગામલોકો આવવા જવા માટે બાઇક માંડ ચાલે તેવા વીડી રસ્તાઓનો ઉપયોગ કરે છે પરંતુ મોટૂ વાહાન ચાલે તેવુ નથી જેથી તાત્કાલિક મરામત થાય તેવી માંગ ઉઠી છે.

માર્ગ મકાનનાં નાયબ કાર્યપાલક ઈજનેર ઉદયકુમાર દવેએ વાત કરતા કહેલ કે ચોટીલા તાલુકામાં પ્રથમ વરસાદમાં પ્રાથમિક દોઢ કરોડ થી વધુનું રોડ રસ્તાને નુકશાન છે ગત વર્ષે કામ ચલાઉ રીપેરીંગ કરેલ તેવાને જયા નુકશાન થયેલ છે તેવા ત્રણ જેટલા બોકસ નાળા નવા મંજુર થઈ ગયેલ છે હાલ રીપેરીંગ માટે સરકારમાં દરખાસ્ત તાત્કાલીક મોકલી આપેલ છે ટૂંકા દિવસોમા આવા રસ્તા પૂર્વરત કરવા તંત્રએ ગતિવિધિ કરેલ છે.

(12:52 pm IST)