Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અમરેલીના જેશીંગપરા - નવા ખીજડીયાના રસ્તે જુગાર રમતા ૭ શખ્સો રૂ. ૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૨૨ :. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાની સૂચનાથી ભાવનગર રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ આ ડ્રાઈવ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે રાત્રીના અમરેલી, જેસીંગપરાથી નવા ખીજડીયા ગામે જવાના રસ્તે અમરેલી એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરીનાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા કુલ ૭ ઈસમો રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો તથા જુગારના સાહિત્ય સાથે પકડાઈ ગયેલ અને ૫ ઈસમો નાસી ગયેલ છે.

પોલીસે લાલજી નાજાભાઈ ત્રાડ (ઉ.વ. ૩૯) રહે. અમરેલી, જેસીંગપરા શેરી નં. ૪, જયંતી મોહનભાઈ ચલોડીયા (ઉ.વ. ૪૦) રહે. અમરેલી જેસીંગપરા શેરી નં. ૪, ચતુર ખોડાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૦)  રહે. અમરેલી જેસીંગપરા શેરી નં. ૫, આશિષ ઘનશ્યામભાઈ ધાનાણી (ઉ.વ. ૨૮) રહે. અમરેલી જેસીંગપરા શેરી નં. ૪, રસીક ભવાનભાઈ કાનપરીયા (ઉ.વ. ૩૮) રહે. અમરેલી જેસીંગપરા શેરી નં. ૩, હરેશ રતીભાઈ ત્રાપસીયા (ઉ.વ. ૩૪) રહે. અમરેલી જેસીંગપરા શેરી નં. ૩, વાલજી દેવાભાઈ ગોહિલ (ઉ.વ. ૩૨) રહે. અમરેલી જેસીંગપરા શેરી નં. ૫ની ધરપકડ કરી છે.

જ્યારે ધવલ વેકરીયા રહે. અમરેલી જેસીંગપરા, મીત જીવણભાઈ રહે. અમરેલી જેસીંગપરા, આશિષ હસુભાઈ કુંજડીયા રહે. અમરેલી, જેસીંગપરા, શીતળામાતાના મંદિર પાસે, વિશાલ મેર રહે. અમરેલી, જેસીંગપરા, અંબીકાનગર, શંકરભાઈ કોળી રહે. અમરેલી જેસીંગપરા નાસી ગયા છે.

રોકડા રૂ. ૩૧,૫૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા મોબાઈલ ફોન નંગ-૫ કિં. રૂ. ૨૫૦૦૦ તથા મો.સા. નંગ-૭ કિં. રૂ. ૨,૦૦,૦૦૦ તથા ફોરવ્હીલ કાર-૧ કિં. રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૦૬,૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્ચાર્જ પો. ઈન્સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:17 pm IST)