Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પડધરીના સરપદડનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીના કારણે ૧પ દિ'થી એકપણ કોરોના કેસ નહી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. રર :.. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરપદડના  આરોગ્યના યોધ્ધાઓને સત સત નમન આ આરોગ્ય કેન્દ્ર નીચે ૧૮ ગામો આવેલા છે ભારતમાં અને ગુજરાતમાં એપ્રિલ-ર૦ર૧ થી કોરોના વાઇરસની બીજી લહેર આવી ત્યારે આ કોરોના વોરિયસએ પોતાની કે પોતાના પરિવારની પરવાહ કર્યા  વગર જીવ ના જોખમે ઘણા લોકોને કોરોના ના મુખમાંથી બહાર કાઢેલા છે.

એપ્રિલ-ર૦ર૧ માં ૧૮ ગામાં જયારે કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો હતો એ સમયે આ યોધ્ધાઓ કોરોના ને માત આપવામાં લાગેલા હતા જયારે લોકો બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા હતા ત્યારે આ યોધ્ધાઓ જે કોરોના પોઝીટીવ હોય તેની રોજ ઘરે ઘરે જઇ ને તેની મુલાકાત લેતા અને  પોઝીટીવ દર્દીનું ઓકસીજન માપવાનું તાપમાન માપવું, અને તેજ પરિવારના સભ્યોની તપાસણી કરવી.

હાલ એમના પ્રયત્ન થકી સરપદડ વિસ્તારના તમામ ગામ કોરોના મુકત થયેલ છે અને હાલ ત્રીજી લહેરની આશંકા ને પગલે તમામ યોધ્ધાઓ લોકોને ઘરે ઘરે જઇ ને કોરોના ની રસી લેવા સમજાવી રહ્યા છે.

આવા યોધ્ધાઓને જયારે જયારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે સુપરવાઇઝર માનસિંહભાઇ પરમાર માર્ગદર્શન પુરૂ પાડે છે. આ માટે પંકજભાઇ મેદપરા, દિવ્યરાજસિંહ ઝાલા, કલ્પેશભાઇ વાડોલીયા, હરદેવભાઇ ડોડીયા, ઇમરાનભાઇ જુણેચ, પુષ્પરાજસિંહ વાળા, રાજીવભાઇ ગોસાઇ સહિતના જહેમત ઉઠાવે છે.

(1:07 pm IST)