Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કાલે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતના જામીન માટે સુરેન્દ્રનગર સેસન્સ કોર્ટમાં સુનાવણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૨ : ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્રારા અમરેલી એસ.પી. નિર્લીપ રાયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્રારા ૧૬ જૂનના રોજ બપોરના ચાર કલાકે અમદાવાદ ખાતે થી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે ચાર માસ પહેલા ચોટીલાના સુરજદેવળ ખાતે કાંઠી સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં કાંઠી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે સમયે પ્રવચન દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અમરેલી પોલીસ અધ્યક્ષ નિર્લીત રાય વિરૂધ્ધમાં કરેલા વિવાદીત નિવેદનના કારણે સરકાર દ્વારા ખુદ સરકાર ફરીયાદી બની ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જેના મામલે કાલે બપોરના સમયે અમદાવાદ ખાતેથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ની અટકાયત કરવામાં આવી છે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા અલગ અલગ પોલીસ ટુકડી બનાવી અને અમદાવાદ ખાતે જયાં રાજ શેખાવત હતા તે સ્થળેથી તેમની અટકાયત કરી અને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટમાં હાજર કર્યા અને માગવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ૧૧.૦૦ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યાં દલીલો સાંભળી અને રાજ શેખાવત ના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી તે ચોટીલા કોર્ટે નામંજૂર કરી છે જેને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

ચોટીલા કોર્ટે રાજ શેખાવત ની જામીન અરજી નામંજૂર કરવામાં આવતા ચોટીલા કોર્ટમાંથી સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે તથા અન્ય સિટી પોલીસની મદદથી રાજ શેખાવત ને સુરેન્દ્રનગર સબ જેલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ શેખાવતને જેલહવાલે કરવામાં આવતા કરણી સેના માં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને હજુ ૨૪ કલાક જેલમાં રહેવું પડશે ત્યારે ગઇકાલે સાંજના સમયે રાજ શેખાવતના વકીલ દ્વારા સુરેન્દ્રનગરની સેશન કોર્ટમાં જામીન માટેની અરજી મુકી છે તેની સુનાવણીની તારીખ ૨૩ આપવામાં આવી છે ત્યારે ૨૩ જૂન એટલે કે કાલે વહેલી સવારે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં જામીન મામલે સુનાવણી થશે.

(12:16 pm IST)