Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ગોંડલ તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા બી.એ.પી.એસ. ગુરૂકુળ વેકસીન કેમ્પમાં લાયકાત વગરના કોન્ટ્રાકટ બેઝના કર્મચારી કામગીરી કરતા કચવાટ ઉભો થયો

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ,તા. ૨૨: ગોડલ તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા ગત.તા. ૬ ના રોજ બી.એ.પી.એસ. ગુરૂકુળ ખાતે કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો જેમાં ૨૦ થી વધુ કર્મચારી ફરજ બજાવતા હતાં પરંતુ કોન્ટેકટ બેઝ ઉપર કામ કરતા કર્મચારી જેમને કોઈ ગતાગમ ન હોય તેવા વ્યકિત વેકસીન દેતા સાથી કર્મચારીમાં કચવાટ અનુભવ્યો હતો જે અંગેની જાણ અધિકારીને થતાં કેમ્પનુ સંચાલન કરતાં ડો.દેવાગીબેન વાગળીયા તાડુકિયા અને સાથી કર્મચારીને ધમકાવતા કર્મચારીઓએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિગત મુજબ તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા કોવિડ વેકસીન આપવા અંગે બી એ પી એસ ગુરૂકુળ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ જેમનુ સંચાલન તાલુકા હેલ્થ ઓફીસ ના જવાબદાર ડો. સાયબા . દેવાંગીબેન વાગળીયા ના સીરે સોપવામાં આવી હતી પરંતુ ખોરડે મોટી ખોટ વેકસીન લાયકાત વગર ના વ્યકિત દ્વારા આપવામાં આવતી હોય જેથી સાથી કર્મચારી માં કચવાટ ફેલાયો હતો આ જોઈને ગુસ્સે ભરાયેલા ડો. સાયબાએ પોતાના પતિ ને ફરિયાદ કરેલ ત્યારે તેમના પતિ ત્યાં આવીને હાકોટા પડકારા કરતાં ધમકાવતા કર્મચારી સ્તબ્ધ થયા હતા અને જયેન ભટ્ટ અને બીપીન ખટાણ નામના કર્મચારી પણ ધમકાવવાનો મોકો છોડયો ન હતો જયારે આ બન્ને કર્મચારીઓ એમ. જે.સોલંકીના કોન્ટેકટ બેઝના ટેમ્પરરી કર્મચારી હોવા છતાં રોફ જમાવતા ફરે છે ત્યારે આ બનાવ થી રોષે ભરાયેલા બ્લોક હેલ્થ ઓફીસ ના ૨૦ જેટલા કર્મચારીઓ ગુસ્સે થઇ ને રાજીનામું આપવા સુધી વાત પહોંચી જતાં ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગી ગયા હોવાનું અંગત સુત્રો માથી જાણવા મળી રહ્યું છે.

(12:11 pm IST)