Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ગોંડલના કોલીથડ ગામે છેલ્લા બે વર્ષથી છાપરવાડી રિવરફ્રન્ટ હોમ સ્ટેના નામે હોટલ ચલાવતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

સરકારી ખરાબાની જમીનમાં ત્રણ રૂમ, કિચન, આધુનિક ફ્લોરિંગ, બાથરૂમ બાંધકામ કરી બે વર્ષથી હોટલ ચાલતી હતી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૨૨ :   તાલુકાના કોલીથડ ગામના પ્રકાશભાઈ અશોકભાઈ માંડવીયા દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને અરજ કરવામાં આવી હતી કે ગામના સરકારી ખરાબાની જમીનમાં નારાયણભાઈ પ્રેમજીભાઈ વરિયા દ્વારા કુવો મકાન બનાવી ગેરકાયદેસર લાઈટ કનેકશન મેળવવામાં આવ્યું છે જે અંગે તાલુકા મામલતદાર કાનજીભાઈ નકુમને તપાસના આદેશ અપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો જેમાં સરકારી ખરાબાની જમીનમાં ત્રણ રૂમ કિચન આધુનિક ફ્લોરિંગ બાથરૂમ બાંધકામ કરી તેમાં છાપરવાડી રિવરફ્રન્ટ હોમ સ્ટે ના નામે છેલ્લા બે વર્ષથી હોટલ ચાલતી હોવાનું બહાર આવતા કલેકટર ને રિપોર્ટ થવા પામ્યો હતો બાદમાં કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાના આદેશો આપાતા તાલુકા પોલીસમાં મામલતદાર નકુમ દ્વારા ફરિયાદી બની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગોંડલ ૩ જુગારના દરોડામાં ૧૮ પતા પ્રેમીઓ ઝડપાયા

 ભીમ અગિયારસ ના પવિત્ર તહેવારને જુગાર અગિયારસમાં ખપાવવા કેટલાક પતા પ્રેમીઓ દ્વારા જુગાર રમવામાં આવતો હોય સીટી પોલીસે પ્રથમ દરોડા વોરાકોટડા રોડ પર હુડકો કવાટર માં પાડી જુગાર રમતા રણછોડ સોરાણી, રમેશ કુંજીયા, મેરામ મકવાણા, રવિ કોબીયા, અખિલ ગાબુ, કિશન સોરાણી અને પ્રતીક રોચીયાને રૂપિયા ૨૬૭૦૭ સાથે પકડી પાડયા હતા, નવા માર્કેટિંગ યાર્ડમાં જુગાર રમતા પરેશ વિરાણી, દિગ્વિજય સિંહ ચુડાસમા, બટુક દફળા, કાનજી જાદવ, રેસ શેઠ અને પ્રવીણ શેલડીયાને રૂપિયા ૩૫૯૫૦ સાથે ઝડપી લીધા હતા, જ્યારે ત્રીજા દરોડામાં વાલ્મીકિ વાસ માંથી પીન્ટુ ઘાવરી, રમેશ ગૌરી, કિરણ વાઘેલા, રાહુલ સોલંકી અને મહેન્દ્ર દવેરાને રૂપિયા ૧૩૫૬૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(12:11 pm IST)