Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

વડિયાના ખાન ખીજડીયા ગામેથી પાંચ જુગાર રમતા ઝબ્બે

વડિયા : ગ્રામીણ વિસ્તારમાં તહેવારની ઉજવણીમાં બદીઓ પણ જોવા મળતી હોય છે.ભીમ અગિયારના તહેવાર માં ગ્રામીણ વિસ્તારમાં જુગારની બદીને દૂર કરવા માટે પોલીસ સતત એલર્ટ હોય છે. ખાન ખીજડીયા ગામે પાંચ શખ્સો ગાડા રસ્તાની બાજુમાં સરકારી જમીનમાં જુગાર રમતા રેડ કરાવામા આવતા રંગે હાથ ઝડપ્યા હતા. જેમાં ગોપાલ વઘૅૅાસીયા, ચતુર હિરપરા, પરશુરામ દેવમુરારી, ચંદુ લુણાગરિયા, ભનુ હિરપરા એમ કુલ પાંચ વ્યકિતઓને ૨૦૬૫૦/-ના મુદ્દામાલ સાથે પીએસઆઇ એ.ડી. સાંબડ, જયસુખભાઈ મકવાણા, એ.પી.બારૈયા, દશરથસિંહ, બુધાભાઈ અને રણધીરભાઈ દ્વારા ઝડપી લેવાતા પોલીસની જુગાર પ્રત્યેના કડક વલણ થી જુગારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

(12:10 pm IST)