Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગોંડલના મોટી ખીલોરી ગામે ટ્રેકટર કૂવામાં ખાબકતા રાજન પટેલનું મોત

રાજકોટ, તા. ૨૨ :. ગોંડલના મોટી ખીલોરી ગામે અકસ્માતે ટ્રેકટર કૂવામાં ખાબકતા પટેલ યુવકનું મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા રાજન સુરેશભાઈ કરપડા (પટેલ) (ઉ.વ. ૧૯) વાડીના ગોડાઉનમાંથી ટ્રેકટર બહાર કાઢવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કૂવામાં ખાબકતા રાજન પટેલને ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું. મૃતક રાજન અમદાવાદમાં અભ્યાસ કરતો હતો અને ગામડે આવ્યા બાદ ખેતીકામ કરતો હતો અને ટ્રેકટર કાઢવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)