Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સોમનાથ મંદિર ખુલ્યાના ૧ર દિ'માં ૧૧૦૦ લીટર સેનેટાઇઝરનો છંટકાવ

 પ્રભાસ પાટણ તા. રર :.. ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વ મહામારી કોરોના સામેના જંગમાં પ્રથમથી જ દેશ-વિદેશના દર્શનાર્થીઓ ફરજ કર્મચારીઓના રક્ષા કવચ માટે સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી - સચિવ પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સજાગ-કાર્યરત અને જાગૃત છે.

કોરોના રોગ સામેની સાવચેતી ભાગરૂપે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું હોય ત્યારથી અત્યાર સુધી ૧૧૦૦ લીટર સેનેટાઇઝડનો ઉપયોગ કરવામાં આવ્યો. મંદિરની અંદર રોજ ત્રણ વખત સેનેટરાઇઝ  કામગીરી કરવા માટે ચાર કર્મચારીઓ નિયમીત કાર્યરત છે. એટલું જ નહીં સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિરો, મંદિર એન્ટ્રી ચેકીંગ પોસ્ટો, મંદિર દર્શન પથ રેલીંગ, સોસીયલ ડીસ્ટંશનના દોરાયેલાં રાઉન્ડો ઉપર દિવસમાં ત્રણ વખત સેનેટરાઇઝડ સ્પ્રે કરાય છે. ટ્રસ્ટે હમણા ઓર્ગેનીક કેમીકલ પણ અમલી કર્યુ છે. જેનો સ્પ્રે માણસને નુકશાનકારક નથી તેવી ટ્રાય સફળ રીતે લેવાઇ છે. મંદિરમાં દર્શન પ્રવેશ સેનેટરાઇઝડ ટનલ કાર્યરત છે જેમાં પ્રવેશતાં જ ઓટોમેટીક સ્પ્રે શરૂ થાય છે.

કહેવાય છે કે રોજના ૧૦ થી ૧ર લીટર કેમીકલમાંથી ૩પ૦૦ લીટર સેનેટરાઇઝડ વોટર મીશ્રણ સાથે બને છે આ માટે મંદિરમાં જુદા જુદા સ્થળોએ પ૦૦ લીટરની મોટી ટાંકીઓ પણ મુકી ઇલેકટ્રીક જોડાણ આપી ટનલ કાર્યરત રાખી છે.આ ઉપરાંત દવા છાંટવાના ઇલેકટ્રીક બેટરી ઓપરેટેડ ખભે બેસ્ટ સાથે ફીટ ટાંકી કરેલા પંપથી પણ આ સેનેટરાઇઝડ છંટકાવ કરાય છે.મંદિરને જોડતા રસ્તા ઉપર અવારનવાર નગરપાલિકા દ્વારા પણ સ્પ્રે વાનથી છંટકાવ કરી સર્વ માટે આવશ્યક સાવચેતીની પુરેપુરી કાળજી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા લઇ રહ્યા છે.

(11:39 am IST)