Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બગસરા પંથકમાં પવન સાથે મેઘરાજાની એન્ટ્રી : ગોંડલના ગ્રામ વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ વરસાદ

વેરાવળ શાપરથી સેમળા સુધી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી

 

બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નાના મૂનજયાસર,રફાલા,સાપર ગામમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકાના રિબડા, વાવડી, શાપર, ગુદાસરા, અરડોઈ સહિતના વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે.

રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગોંડલ રાજકોટ હાઇવે પર વેરાવળ શાપરથી સેમળા સુધી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.ગોંડલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી લોકો ખુશ થઇ ગયા હતા.

(10:24 pm IST)