Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બોટાદના બરવાળા પંથકમાં ધોધમાર વરસાદ

ગાજવીજ વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી

બોટાદના બરવાળા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.

 ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે જેમાં આગામી 3 દિવસમાં રાજ્યમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. ત્યારે લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે અને ગુજરાતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

 
(9:32 pm IST)