Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

૩૦.૫૫ લાખના દારૂ પ્રકરણમાં વંથલીના પીએસઆઇ કે. કે. ઓડેદરા સસ્પેન્ડ

જૂનાગઢઃ જૂનાગઢ જીલ્લાના વંથલીમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રૂ. ૩૦.૫૫ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આઇજીપી સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એસ.પી. રવિ તેજાની  વાસમશેટ્ટીએ વંથલીના પીએસઆઇ કે. કે. ઓડેદરાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસબેઠામાં ખળભળાટ મચી ગયો છે.

(4:07 pm IST)