Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગોંડલમાં અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી કોળી પરિવાર પર ચાર શખ્સોનો હુમલો

અજય મકવાણાની ફરીયાદ પરથી ઇમરાન કટારીયા, ભોલો મકરાણી, મામુ અને ભુરા સામે ગુનો

ગોંડલ, તા.રર : ગોંડલના વોરા કોટડા રોડ પર જેલની સામે આવેલ આવાસ કવાર્ટર પાસે અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી કોળી પરિવારના ચાર સભ્યો પર ચાર શખ્સોએ છરી તથા ઢીકાપાટુનો માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા અજયભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.૩૪) (કોળી) ગઇકાલે પોતાના ઘરે હતાં ત્યારે ઘર પાસે રહેતો ઇમરાન હસનભાઇ કટારીયા, ભોલો મકરાણી, ભુરો અને મામુ નામનો શખ્સો આવી અજયભાઇ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા અજયભાઇનો ભાઇ જીતેશ ધીરૂભાઇ મકવાણા તથા વનીતાબેન અશોકભાઇ ડાભી તથા દક્ષાબેન જીતેશભાઇ મકવાણા આવી જતાં આ ચારેય શખ્સોએ તેની સાથે પણ માથાકુટ કરી ઇમરાન, ભોલો, ભુરો અને મામુએ ઉશ્કેરાઇ જઇ છરી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જીતેશભાઇ, અજયભાઇ, વનીતાબેન અને દક્ષાબેનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ગોંડલ સીટી પોલીસે અજયભાઇ મકવાણાની ફરિયાદ પરથી ઇમરાન, ભોલો, ભુરો અને મામુ નામના શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એસ.પી. ઝાલાએ તપાસ હાથ ધરી છે

(1:25 pm IST)