Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ધ્રાંગધ્રાના સોખડા ગામે પોણા ચાર લાખનો દારૂ મળ્યો

વઢવાણ તા.૨૨: મહેન્દ્ર બગડીયા પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગરે જીલ્લામાંથી પ્રોહીબીશન/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ જે આધારે આર.બી. દેવધા નાયબ પોલીસ અધીક્ષક ધ્રાંગધ્રાના માર્ગદર્શન હેઠળ સ્કવોર્ડના એ.એસ.આઇ રણછોડભાઇ ભરવાડ તથા બાલજીભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ ચેતનપરી ગોસાઇ વિગેરે ધ્રાંગધ્રા તાલુકા પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્યાન હકીકત આધારે ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે રેઇડ કરતા આરોપી અમીતભાઇ રમણીકભાઇ કોળી રે સોખડાના ભોગવટાના બંધ ડેલામા આવેલ ઓરડીમાંથી ઇગ્લીશ દારૂ તથા બીયરની બોટલો નંગ-કુલ ૧૦૩૨ કી.રૂ.૩૭૬૮૦૦નો જથ્થો પકડી પાડી ધ્રાંગધ્રા તાલુકા તાલુકા પોસ્ટેમા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તપાસ ડીવીઝન સ્કવોર્ડના એ.એસ.આઇ રણછોડભાઇ ભરવાડને સોપવામાં આવેલ છે.

(1:23 pm IST)