Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બેટ દ્વારકા દેવસ્થાન સમિતિની બેઠક યોજાઈ

ખંભાળિયા, તા.૨૨: બેટ દ્વારકા દેવસ્થાન સમિતિની બેઠક ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.  કલેકટરશ્રી ડો નરેન્દ્રકુમાર મીનાએ બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના પ્રમુખ સ્થાને રાજય સરકાર દ્વારા વરણી થવા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા. બેટ દ્વારકાનો પ્રાથમિક પરિચય આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે બેટ દ્વારકા ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ તરીકે સમાવિષ્ટ છે. ઓખા નગરપાલિકામાં બેટ દ્વારકાનો સમાવેશ તા.૩૧/૧૨/૨૦૦૯ થી થયેલ છે. વિસ્તાર ૧૩ ચો કિમી છે જેમાં જંગલ ૩૯૬ હે., ગૌચર ૨૮૫ હે, સરકારી પડતર ૩૯ હે છે ૨૦૧૧ પ્રમાણે કુલ વસ્તી ૮૫૦૦ છે. મહત્વના ધાર્મિક / પ્રવાસન સ્થળોમાં બેટ દ્વારકા મંદિર, હનુમાન દાંડી મંદિર, અભ્યાય માતાજી મંદિર, હાજી કિરમાણી દરગાહ, પંચ પ્યારે ગુરુદ્વારા વગેરે ધર્મીક / પ્રવાસન સ્થળો છે.  મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે બેટ દ્વારકાના વિકાસ કામો અંગે ચર્ચા કરી લગત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પટેલ, પ્રાંત અધિકારી વિઠલાણી, દ્વારકા ચીફ ઓફીસર તેમજ દેવસ્થાન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(1:19 pm IST)