Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ખંભાળીયાઃ ર૦૧૭માં ૧૩પ૦ની પડતર મગફળી સરકાર રૂ. ૮૪૦ માં વેચે છે

ખંભાળીયા તા. રર :.. ર૦૧૭ માં સરકારે મગફળી કરી હતી જેમાં મોટા કૌભાંડો બહાર આવ્યા હતા જેમાં ફરીયાદો પણ થઇ હતી તથા કોંગ્રેસ દ્વારા ધરણા થયા હતા તથા રાજય વ્યાપી આંદોલન પણ થયું હતું જે સમયે મગન ઝાલાવાડીયા સહિતના કાર્યકર સામે ગુનો નોંધીને તપાસ સમિતિ બનાવી મામલો રફેદફે કરાયો હતો ત્યારે કોંગ્રેસ કાર્યકરો દ્વારા જે ગોડાઉન ભરેલા છે તેની તમામની તપાસ કરવાની માંગ કરી હતી તથા અર્જુનભાઇ મોઢવાડીયા તથા પાલાભાઇ આંબલીયાએ પોરબંદર વિ. સ્થળે જનતા રેડ કરી હતી અને ફરીયાદો પણ થઇ હતી. જેમાં સરકારે પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનો પર કેસ કરાવ્યા હતાં.

ટેકાના ભાવે મગફળી કૌભાંડમાં ના સરકારને લાભ થયો છે ના ખેડૂતોને મળતીયાજ ખાઇ ગયા છે કેમ કે ૧૩પ૦ રૂ.માં પડતર મગફળી આટલા મહીના સુધી ગોડાઉનમાં સાચવીને હવે તે મગફળી ૮૪૦ રૂ. માં વેચાય છે પ૧૦ રૂ. મણે ખોટ અને ગોડાઉનનું ભાડું જુદું...!

આના કરતા સરકાર સીધો ખેડૂતને ખેતર પ્રમાણે લાભ ચુકવી દે તો પણ પૈસા વધે....!!

(1:18 pm IST)