Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ફેસબુકમાં ફ્રેન્ડશીપ કરી જુનાગઢની યુવતિ પર પોરબંદરનાં કમલેશ મકવાણાનું દુષ્કર્મ

જુનાગઢ તા. રરઃ ફેસબુકમાં ફ્રેન્ડશીપ કરી જુનાગઢની અ઼ેક યુવતી પર પોરબંદરનાં કમલેશ મકવાણા નામના શખ્સે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જુનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં રહે઼તી એક ૧૮ વર્ષીય યુવતિ સાથે બે વર્ષ અગાઉ પોરબંદરનાં કડિયા પ્લોટમાં રહેતો કમલેશ હરિલાલ મકવાણા નામના શખ્સે ફેસબુકમાં ફેન્ડસીપ કરી હતી.

આ પછી કમલેશ યુવતિને લગ્નની લાલચ આપી, લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઇરાદે જુદી-જુદી જગ્યાએ લઇ ગયો હતો.

જયાં યુવતિ ઉપર અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગઇકાલે બપોરે યુવતિએ જુનાગઢ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસોની કલમ ૬, ૮, ૧ર મુજબ કમલેશ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એ ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. કે. એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.

(1:18 pm IST)