Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પારડીમાં રમાબેન કોળીનો આપઘાત

ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીઃ મજુર પરિવારમાં અરેરાટી

શાપર-વેરાવળ, તા. ૨૨ :. શાપર-વેરાવળના પારડી ગામે કોળી પરણિતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ પારડી ગામમાં રહેતા રમાબેન કાનજીભાઈ બારેજા (ઉ.વ. ૪૪) પોતાના ઘરે રસોડામાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈ જતા મોત નિપજ્યુ હતું. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બનાવની જાણ થતા શાપર-વેરાવળની પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પી.એમ. માટે લોધીકા હોસ્પીટલે ખસેડેલ છે.

મૃતક કોળી પરિણતાના પતિ મજુરી કામ કરે છે. આ બનાવથી મજુર પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

(1:17 pm IST)