Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સગર્ભા માતા અને નવજાત બાળકના મોતથી હોબાળો

વઢવાણ, તા. રર : ધ્રાંગધ્રા રોશનબેન વલીમહમદ જેડા નામની મહિલા સગર્ભામાં હતી ત્યારે આ મહિલાને પ્રસુતિ માટેની પીડા ઉપડતા તેને ધ્રાંગધ્રા સરકારી દવાખાને પ્રસુતી માટે લાવવામાં આવેલ હતી.

ત્યારબાદ મહિલના પેટમાં રહેલ શિશુનું ગર્ભમા જ કારણોવસતા કે દવાખાનામાં બેદરકારીના કારણે મોત નિપજેલ હતું.

ત્યારબાદ પ્રસુતા મહિલા રોશનબેનનું પણ પ્રસુતી થયા પહેલા મોત નિપજતા પરિવાર ડોકટરની બેકાળજી રહ્યા હોવાના આક્ષેપો સાથે પરિવારજનો દ્વારા દવાખાનામાં ભારે હોબાળો બોલાવતા ધ્રાંગધ્રા પોલીસ દોડી આવી મામલો થાળે પાડયો હતો. પોલીસ દ્વારા માતા અને બાળકના થયેલા મોત અંગેનું સાચુ કારણ જાણવા માટે મૃતક પ્રસુતા અને ગર્ભમાં મૃત થયેલ બાળકના પી.એમ. માટે સુરેન્દ્રનગર ડેડ બોડી મોકલવામાં આવેલ છે. (૮.૧૦)

(1:16 pm IST)