Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પોરબંદરમાં સત્તાર મૌલાનાના પુત્રની કારમાં તોડફોડ કરનારા ૪ ઝડપાયા

પોરબંદર તા.૨૨: મનઃદુખ રાખીને સત્તાર મૌલાના હામદાણીના પુત્ર તોસીફની કારમાં તોડફોડ કરનારા કડિયા પ્લોટમાં રહેતા રાહુલ ભીમા ઓડેદરા, કમલેશ મસરી ગોરાણિયા, દિલીપ ઉર્ફે દિલીપો કારાવદરા તથા હેમાંગ ઉર્ફે હંસલો યોગેશ સોલંકીને પોલીસે પકડી પાડ્યા છે.

મેમણવાડામાં રહેતા સતાર મૌલાના હામદાણીના પુત્ર તોસીફની ફોર્સ્યુન કાર (જીજે ૦૧ આરએન-૧૫૪૨) ઘર પાસે રાખેલ ત્યારે આરોપીઓ મનદુઃખ રાખીને કારના આગલ અને પાછળના કાચ ઉપર હથોડા મારીને તોડી નાખેલ તેમજ ડ્રાઇવર સાઇડના દરવાજાને નુકસાન કરતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

(11:36 am IST)