Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જસદણમાં હંસાબેન દેવીપુજકને ભાઇએ છરી ઝીંકીઃ વચ્ચે પડેલ નાનાભાઇને પણ ઘા માર્યો

પિતાજીને કેમ તારા ઘરે આવવા દે છે? તેમ કહી તુટી પડયોઃ હંસાબેનને રાજકોટ ખસેડાયા

રાજકોટ, તા., રરઃ જસદણમાં દેવીપુજક વિધવાને તેના સગા ભાઇએ છરી ઝીંકી દીધી હતી અને વચ્ચે પડેલ નાના ભાઇને પણ છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ ભાદર નદીના કાંઠે જુના માર્કેટ યાર્ડ પાસે રહેતા હંસાબેન દેવીપુજક (ઉ.વ.૩પ)ને તેના સગાભાઇ વિનોદ ઉર્ફે વિનુ દેવાભાઇએ છરીના ઘા ઝીંકી દીધા હતા અને વચ્ચે છોડાવવા પડેલ  તેના નાનાભાઇ હિતેશને પણ છરીનો ઘા મારી દીધો હતો. ઇજાગ્રસ્ત  હંસાબેનને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેેડાયેલ છે.

ઇજાગ્રસ્ત હંસાબેને તેના ભાઇ વિનોદ સામે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ છે કે તેના પતિનું અવસાન થયા બાદ પિતાજીના ઘેર રહેતી હોય અને ગઇકાલે ફરીયાદી પોતાના ઘરે પિતાજી તથા નાનાભાઇ હિતેશ સાથે ઘેર બેઠા હતા ત્યારે આરોપી વિનોદે આવી કહેલ કે તું પિતાજીને કેમ તારા ઘેર આવવા દે છે તેમ કહી છરી ઝીંકી દીધી હતી.  જસદણ પોલીસે વિનોદ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)