Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

'હિટ એન્ડ રન'ના બનાવમાં અમરેલીના મોટા આંકડીયાના ભરવાડ વૃધ્ધનું મોત

અજાણ્યા વાહનનો ચાલક સાઇકલ સહિત વૃધ્ધને ઠોકરે લઇ ભાગીગયોઃ કાળુભાઇ ગમારાએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૨: અમરેલીના મોટા આંકડીયાના ભરવાડ વૃધ્ધનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ મોટા આંકડીયા ગામે રહેતાં કાળુભાઇ વીભાભાઇ ગમારા (ઉ.૭૫) નામના ભરવાડ વૃધ્ધ ગઇકાલે સવારે કુંકાવાવના રસ્તેથી સાઇકલ હંકારીને ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં કાળુભાઇને ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી.

(11:34 am IST)