Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કચ્છના પીવાના પાણી પ્રશ્ને હાઇકોર્ટમા રિટ દાખલ-૪૫૦ એમએલડીની જરૂરત સામે ૫૦૦ એમએલડીની સપ્લાયઃછતાંયે પાણીની તંગી

૨૫ લાખની માનવ વસ્તી અને ૧૯ લાખની પશુ વસ્તી નર્મદાની જાહેરાતો વચ્ચે છત્તે પાણીએ તરસ્યા- દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસી આગેવાન આદમ ચાકી માનવ સર્જિત પાણીની તંગી પ્રશ્ને 'આકરા પાણી'એ

તા.૨૧: એકબાજુ કચ્છમાં દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં પાણી ની બુમરાણ પડી રહી છે, બીજી બાજુ રાજય સરકાર કચ્છ સુધી નર્મદાના પીવાના પાણી પહોંચાડવાના દાવાઓ કરે છે. પણ, વાસ્તવિકતા એ છે કુદરતની માર સાથે કચ્છ જિલ્લો છત્ત્।ે પાણીએ આજે માનવ સર્જિત પાણીની અછતનો સામનો કરી રહ્યો છે. આ મુદ્દે કચ્છના જાણીતા કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ જનહિત માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિત ની અરજી કરી છે. આરટીઆઇ દ્વારા ગુજરાત પાણી પુરવઠા વિભાગ પાસેથી તમામ આંકડાકીય માહિતી મેળવીને ચોંકી ઉઠેલા આદમ ચાકી 'અકિલા' સાથે વાત કરતા કહે છે કે, કચ્છના ૧૦ તાલુકાઓના ૮૭૫ ગામોની ૧૭.૮૦ લાખની માનવ વસ્તી, ૬ શહેરોની ૭.૨૫ લાખની માનવ વસ્તી (કુલ ૨૬ લાખની માનવ વસ્તી) તેમ જ ૧૯ લાખની પશુ વસ્તી માટે ૪૫૦ એમએલડી પાણી ની જરૂરિયાત સામે વિવિધ  સ્ત્રોતો માંથી ૫૦૦ એમએલડી પાણીનો જથ્થો શ્નદ્વજીજીટહ્વલૃઙ્ગ મળે છે. છત્ત્।ાયે કચ્છમાં માંડ માંડ ૮ દિવસે પાણી મળે છે, ખુદ પાણી પુરવઠા બોર્ડની સત્ત્।ાવાર માહિતી પ્રમાણે દરરોજ મળતા પાણી પુરવઠામાં સૌથી વધુ ૩૫૦ એમએલડી નર્મદાની પીવાની પાણીની પાઇપલાઇન દ્વારા કચ્છ પહોંચે છે, જયારે બાકીનું ૧૩૦ એમએલડી પાણી બોર દ્વારા અને ૨૦ એમએલડી પાણી અન્ય  સ્ત્રોત દ્વારા એમ શ્નદ્વજીજીટહ્વલૃ ૫૦૦ એમએલડી પાણી કચ્છને મળી રહે છે, ૪૫૦ એમએલડીની જરૂરિયાત કરતા પણ ૫૦ એમએલડી પાણી દરરોજ વધુ મળે છે. તેમ છતાંએ કચ્છના લોકો તેમ જ પશુઓને તરસ્યા રહેવું પડે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાગળ ઉપર તો અપ ટુ ડેટ માહિતી અપાઈ છે, કે દરરોજ ૧૭૧ એમએલડી પાણી ગામડાઓ માટે, ૧૦૧ એમએલડી પાણી શહેરો માટે, ૧૦૨ એમએલડી પાણી ઉદ્યોગોને અને ૭૦ એમએલડી પાણી પશુઓ માટે અપાય છે. પાણી પ્રશ્ને  પાણી'એ કાયદાકીય જંગ છેડનાર કચ્છ કોંગ્રેસના ઝુઝારું નેતા આદમ ચાકી કહે છે કે,વાસ્તવિકતા એ છે કે, કચ્છમાં માનવસર્જિત પાણીની અછત છે, એટલે જ તેમણે ૨૬ લાખની માનવ વસ્તી અને ૧૯ લાખની પશુ વસ્તી માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવીને જનહિત માટે જાહેરહિતની અરજી કરી છે. કચ્છના પાણી પ્રશ્ને મીડીયામાં ચર્ચાતી વાત કરીએ તો, કાગળ ઉપરના આંકડાઓમાં પૂરું પાણી બતાવાય છે, જયારે વાસ્તવિકતા જુદી છે, સમગ્ર જિલ્લામાં પીવાના પાણીની બુમરાણ છે. સાચી હકીકત એ છે કે, પાણી પુરવઠા અધિકારીઓ અને વોટર માફિયાઓની સાંઠગાંઠ છે, એટલે ધૂમ પાણી ચોરી થાય છે.

(11:29 am IST)