Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

દેવભુમી દ્વારકા જીલ્લામાં યોગ દિવસની ઉજવણી

હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો, નગરજનો જોડાયા

ખંભાળીયા તા. ર૧ : દેવભુમી દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓની શાળા, મહાશાળાઓ, કોલેજોમાં જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઇ રાવલિયા દ્વારા સેંટરોમાં વ્યાયામ શિક્ષકો તથા યોગ ટ્રેનરો, માસ્ટર ટ્રેનરો તથા આર્ટ ઓફ લીવીંગવાળા તથા સ્વયં સેવકોની મદદથી સમગ્ર જિલ્લામાં દરેક કેન્દ્રો પર સવારના ૬ાા વાગ્યાથી યોગની તૈયારીઓ થઇ ગઇ હતી.

જીલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની અગેવાનીમાં જિલ્લામાં મુખ્ય સ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડના સ્થળે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમ થયો હતો જયારે ખંભાળિયામાં શિવમ ગર્લ્સ હાઇસ્કુલ માધવ શૈ.સંકુલ સ.ઉ.ળુ.શાળા ટંકારીયા, નાલંદા હાઇસ્કુલ મોટઝર, મીઠાપુર ટાટા કેમીકલ્સ હાઇસ્કુલ, શારદાપીઠ કોલેજ દ્વારકા, ગુંદા માધ્યમિક શાળ, મુંદા, સરકારી વાણિજય અને વિનયન કોલેજ ખંભાળીયા, આર.એન.વારોતરીયા હાઇસ્કુલ ખંભાળિયા વી.એચ.એન વી.એ.મ.હાઈસ્કુલ હર્ષદપુર ખંભાળીયા યોગ કરે ખંભાળિયા પાલીકા બગીચામાં દા.સું. ગર્લ્સ સ્કુલ ખંભાળીયા સલાયામાં પલિકાના મેદાન ખાતે સલાયા માધ્યમિક શાળા ખાતે, પુરૂષાર્થ હાઇસ્કુલ તાણવડ કેડમન હાઈસ્કુલ તાણવડ એચ.જી. એલ. હાઇસ્કુલ જામરાવલ, મ.જ.સુચક શાળા, તણવાડ, દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાન પર સનાતન સેવા મંડળ બાપા હાઇસ્કુલ ન.પા.હાઇસ્કુલ ઓપી, વી.એ. ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ઓખા વિ. સ્થળે યોગ કાર્યક્રમો થયા હતા તેમાં હજારો છાત્રો, આગેવાનો, ગ્રામજનો શહેરીજનો જોડાયા હતા.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ મુજબ દ્વારકા જિલ્લાની તમામ પ્રાથમીક, માધ્યમિક તથા ઉ.મા. હાઇસ્કુલોમાં પણ સાવર ૭ થી ૮ યોગ પ્રાણાયમ યોગાસનના કાર્યક્રમો થયા હતા તેમાં પણ હજારોએ ભાગ લીધો  હતો.

યોગના આ તમામ કાર્યક્રમોમાં લાયઝન તથા માર્ગદર્શક તરીકે ખંભાળિયા પ્રાંત અધિકારી ડી.સી.જોષી, દ્વારકા પ્રાંત અધિકારી દર્શક વિઠ્ઠલાણી, ખંભાીળયા, મામલતદાર કથીરીયા, દ્વારકા મામલતદાર, ખંભાળિયા ટી.ડી.ઓ શ્રદ્ધાબેન ભટ્ટ, તાણાવ મામલતદાર પંજાબી, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારીઓ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેળ, જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઇ રાવળિયા, જિલ્લા સિનીયર કોચની પ્રજાપતિ વિ. જોડાયા હતા.

શાળાઓમાં યોગના વિવિધ આસનો પદ્માસન, અર્ધચક્રાસન, હલાસન, સર્વાગ આસન,શવાસન, ભ્રામરી પ્રાણાયામ અનુલોમ વિલોપ પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, ઓમકાર પ્રાણાયામ તથા યોગના વિવિધ અંગો વિષે જાણકારી આપવામાં આવી હતી.

ખંભાળીયા આર.એન. વાગોતરીયા હાઇસ્કુલ, દેવળ હાઇસ્કુલ, જામરાવની એચ.જી. એલ. હાઇસ્કુ પાછતર વી.કે. પરમાર હાઇસ્કુલ ગુંદા હાઇસ્કુલ મોટી આસોરા હાઇસ્કુલઓમાં ગ્રામ પંચાયત હાઇસ્કુલ વિ. સ્થળે યોગ કાર્યક્રમો યોજાયા હતા.

દેવભુમિ જિલ્લાના ભાજપ અગ્રણીઓ પણ આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જાડાયા હતા.

(11:29 am IST)