Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પોરબંદર : જીએસટી રિટર્ન ફાઇલ માટે મુદ્દત લંબાવવા ચેમ્બર દ્વારા રજૂઆત

પોરબંદર, તા. રર : જી.એસ.ટી.ના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા માટેની આખરી મુદત લંબાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારને રજૂઆત કરી છે.

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના વાર્ષિક રિર્ટન ફાઇલ કરવા માટેની મુદત ૩૦ જૂન નક્કી કરાઇ છે, પરંતુ તા. ૩૦ જૂન સુધીમાં ફાઇલ કરવા શકય ના હોવાથી આ મુદત લંબાવવા માટે ચેમ્બર અને રાજય સરકાર સમક્ષ લેખીતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજયમાં અંદાજે ૬.૭ લાખ રજિસ્ટડે વેપારીઓ છે અને તેમાંથી માત્ર ૩% વેપારીઓજ રિટર્ન ફાઇલ કરી શકયા છે. રીટર્ન ફાઇલ કરવા માટેની સુવિધા ફકત એક મહિનાથી ઉપલબ્ધ થઇ હોવાથી મોટા ભાગના વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શકયા નથી. ડેટા અપલોડ થઇ શકતો નથી તથા વેપારીઓને રીફંડ લેવાનું હોય તો તે રકમ બાદ કરીને ટેકસ ભરવાનો થાય, પરંતુ વેપારીઓ ખાતામાં ક્રેડીટ જમા થતી નથી.

(11:28 am IST)