Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભાવનગરના તળાજાની સમર્પણ હોસ્પિટલમાં ડીગ્રી નહિ હોવા છતાં સોનોગ્રાફી કરતાં ડોકટર વિરૂધ્ધ થયેલ ફરિયાદ

ભાવનગર, તા.૨૨: ભાવનગરના તળાજાના બાપાચોકમાં આવેલ સમર્પણ જનરલ હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ ખાતે આજે જિલ્લા આરોગ્ય અધિકારી ની ટિમ દ્વારા જયાં રજીસ્ટ્રેશન કરેલ સોનોગ્રાફી મશીન હોય ત્યાં રાબેતા મુજબ ની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલ સંચાલક ડોકટર પાસે સોનોગ્રાફી કરી શકે તેવી લાયકાત નઙ્ગ હોવા છતાંય સોનોગ્રાફી કરતા હોય આરોગ્ય ટીમે રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જિલ્લાની પી.એન.ડી.ટી ટીમ ના ડો. સુનિલ.પટેલ પાસેથી મળતી વિગતોમાં જિલ્લામાં જેટલા રજીસ્ટ્રેશન થયેલ સોનોગ્રાફી ધરાવતી હોસ્પિટલ છે. ત્યાં રાબેતા મુજબ તપાસ હાથ ધવામાં આવતી હોય છે. જેમાં આજે તળાજા ના બજરંગદાસ બાપા ચોક ના ખાંચામાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે ટિમ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં હોસ્પિટલમાં ડો.ભુપત બી.ચોપડા દ્વારા બી.એચ.એમ.એસ નીજ માત્ર ડિગ્રી હોવાછતાંય રૂપિયાની લાલચમાં સગર્ભા મહિલા ને સોનોગ્રાફી કરતાઙ્ગ રંગેહાથ ઝડપી લેવામાં આવેલ હતા.એટલુંજ નહિ તપાસ કર્તા ટિમ સામે આ ડોકટર સગર્ભા મહિલાને પ્રસુતિ પણ ન કરવી શકે તેમ છતાંય તે પ્રસૂતિ પણ કરાવતા હોવાનંુ જાણમાં આવેલ હતું.

જેને લઈ પી.એન.ડિટી ની ટિમ.દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ અને કબ્જે લેવામાં આવેલ હતું.

તળાજાની સમર્પણ હોસ્પિટલના ડોકટર ભુપત ચોપડા કેજેઓ માત્ર બીએચએમએસ ની ડિગ્રી હોવા છતાંય પોતાના અંગત સ્વાર્થ ખાતર સોનોગ્રાફી કરતા ઝડપાઇ ગયા. તપાસ કર્તા અધિકારીના જણાવ્યા પ્રમાણે MBBSની જેમની પાસે ડિગ્રી હોય તે પણ સોનોગ્રાફી ન કરી શકે. રેડીયોલોજી ડોકટર કરી શકે. આ જાણતા હતા તેમ છતાંય સોનોગ્રાફી કરતા તેઓ ઝબ્બે થયા .જેને લઈ પીસી એન્ડઙ્ગ પી એનડિટી એકટ ૧૯૯૪ની કલમ ૩,૨૬,રુલ નંબર ૩ મુજબ કાર્યવાહી કરી છે.તળાજા કોર્ટમાં ભુપત ચોપડા વિરુદ્ઘ ફરિયાદ આપવામાં આવી છે.

(11:27 am IST)