Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વડીયા પંથકમાં દીપડાએ ઉટ પર જીવલેણ હૂમલો કરતા લોકો ખેડૂતોમાં ભયનો માહોલ

છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા ગામમાં વધી ગયા છેઃ વન તંત્રની પગલા લેવા ખાત્રી

વડીયા તા. રર :.. વડીયા પંથકમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતો અને લોકોમાં ભયનો ફફડાટ સર્જાયો છે. વડીયાના આંબેડકર નગર વિસ્તાર નજીકમાં ભૈલુભાઇ વાળાની વાડીએ બાંધેલ ઉટ પર હૂમલો કર્યો ઊંટને આંખ, કાન, નાક ઉપર બચકા ભરી ઊટને જખમી કરી દીધો ત્યારે બાજુમાં ખેતરના ખેડૂત બટુકભાઇ સંખીયા જેઓ ખેતરમાં કામ કરતાં હતા ત્યારે ઉટનો અવાજ સાંભળી જોયું તો દિપડો દેખાતા દીપડાને અવાજ કરતા દીપડો નાસી ગયો જે ઘટનાથી ખેડૂતો મધ્ય રાત્રીના ખેતરોમાં કામકાજ કરતા હોય તો હવે અમોને ડર લાગી રહ્યો છે.

જે હાલ ઉંટ જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે આંબેડકટરનગર રહેણાંક વિસ્તાર નજીક દીપડાએ ઉટ ઉપર જીવલેણ હૂમલો કર્યોની વાયુવેગે વાતો પ્રસરતા લોકોમાં અને ખેડૂતોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે જો કે આ દિપડો છેલ્લા ઘણા સમયથી વડીયા પંથકમાં આંટાફેરા મારી રહ્યા છે.

તાજેતરમાં જ વડીયા જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ નાથાભાઇ લાખાણીની વાડીએ બાંધેલ ગાયને ફાડી ખાધેલ તેમજ સુરવો ડેમ પાસે એક વાડીએ  કુતરાને પણ ફાડી ખાધેલ હાલ વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે મુલાકાત લઇ જણાવ્યું કે અહીં દીપડાને પકડવા માટે બે દિવસમાં પાંજરું મુકવામાં આવશે અને દીપડાને પાંજરે પુરી દેવાની ખાત્રી આપતા ખેડૂતોમાં હાશકારો થયો છે.

(11:26 am IST)