Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વેકરીગામ તલાટીની નિમણૂક કરવામાં નહીં આવે તો ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રધ્વજ નીચે ગ્રામજનો ઉપવાસ કરશે

ઉપલેટા તા.૨૨: માણવદર તાલુકાના વેકરી ગામમાં છેલ્લા બે વર્ષથી કાયમી તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી છે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી પરંતુ કોઇ પગલા લેવામાં નથી આવ્યા આથી તાલુકા પંચાયતની જનરલ મીટિંગમાં સભ્ય રામસીભાઇ ડી ખોડભાયા દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો વેકરી ગામ ૩૦૦૦ હજાર વસતી ધરાવતું ગામ છે સરકારી તંત્રમાં જન્મથી લઇને મૃત્યુ સુધી તલાટી કમ મંત્રીની જરૂર પડે છે આથી છેલ્લા બે વર્ષથી આખું ગામ ખુબ આ બાબતે હેરાન પરેશાન છે આગામી દિવસોમાં આ અંગે જો કોઇ નિર્ણય નહીં લેવાય તો ૧૫ ઓગસ્ટે રાષ્ટ્ર ધ્વજ નિચે બેસી ગ્રામજનો સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેમ તેઓએ જણાવ્યું હતું.

માણાવદર તાલુકામાં ૨૧ તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી છે તાલુકા પંચાયતમાં કુલ ૩૨ જગ્યા ખાલી છે તંત્ર બીજા મહોત્સવ અને દિવસો મનાવે છે પરંતુ પાયાની જરૂરીયાત જેવી સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચી નથી આ બાબત દુખદ છે.

(11:25 am IST)